બેગુસરાય: બિહારના બેગુસરાયથી એનડીએના ઉમેદવાર ગિરિરાજ સિંહ દ્વારા અપાયેલા નિવેદનને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડનારું ગણાવીને તેમના વિરુદ્ધ આદર્શ આચારસંહિતાના ભંગનો કેસ દાખલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિરિરાજ સિંહ પર આરોપ છે કે બુધવારે એક ચૂંટણી જનસભા દરમિયાન તેમણે અલ્પસંખ્યકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું નિવેદન આપ્યું છે. જે આદર્શ ચૂંટણી આચારસંહિતાના ભંગના દાયરામાં આવે છે. 


બેગુસરાયના જિલ્લા ચૂંટણી પદાધિકારી રાહુલકુમારે આ મામલાને ગંભીરતાથી લેતા ગુરુવારે ગિરિરાજ સિંહ વિરુદ્ધ બેગુસરાના પોલીસ સ્ટેશનમાં આદર્શ આચારસંહિતાના ભંગનો મામલો નોંધાવ્યો છે. 


પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા ગિરિરાજ સિંહે બુધવારે કહ્યું હતું કે જે વંદેમાતરમ નહીં બોલે તેમને કબર માટે ત્રણ હાથની જગ્યા પણ નહીં મળે. જિલ્લા ચૂંટણી પદાધિકારીએ કહ્યું કે ગિરિરાજ સિંહનું આ નિવેદન અલ્પસંખ્યકોની ભાવનાને ઠેસ પહોંચાડનારું છે જે આદર્શ આચારસંહિતાનો ભંગ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...